નવી દિલ્હી: કંગના રનૌત ( Kangana Ranaut) સતત વિવાદમાં ઘેરાયેલી છે. તે સોશિયલ મીડિયામાં પોતાનો મત બેખોફ રજુ કરે છે. હવે તેણે એક એવી ટ્વીટ કરી છે કે તે ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. જયા બચ્ચને (Jaya Bachchan) આજે સંસદમાં આપેલા નિવેદન પર તેણે પલટવાર કર્યો છે. કંગનાએ ટ્વીટ કરીને કહ્યું કે જયાજી, મારી જગ્યાએ તમારી પુત્રી શ્વેતાને ટીનએજમાં પીટવામાં આવત, ડ્રગ્સ આપી હોત અને છેડતી થઈ હોત તો પણ પણ તમે આ વાત કરત? જો અભિષેક સતત બુલિંગ અને ઉત્પીડનની ફરિયાદ કરત અને એક દિવસ ફાંસી પર લટકતો મળ્યો હોત તો પણ તમે આજ વાત કરત? અમારા માટે પણ કરુણાથી હાથ જોડીને દેખાડો.
સુશાંતના ફાર્મ હાઉસ 'Hangout Villa'ના 4 નવા VIDEO એ રિયા ચક્રવર્તીની પોલ ખોલી
વાત જાણે એમ છે કે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને આજે રાજ્યસભામાં કહ્યું કે ડ્રગ્સ મુદ્દે બોલિવુડને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. તેમના નિવેદન પર કંગનાએ વળતો જવાબ આપ્યો.
Jaya ji would you say the same thing if in my place it was your daughter Shweta beaten, drugged and molested as a teenage, would you say the same thing if Abhieshek complained about bullying and harassment constantly and found hanging one day? Show compassion for us also 🙏 https://t.co/gazngMu2bA
— Kangana Ranaut (@KanganaTeam) September 15, 2020
શું કહ્યું હતું જયા બચ્ચને?
રાજ્યસભા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચને (Jaya Bachchan) ભોજપુરી અભિનેતા તથા ગોરખપુરના સાંસદ રવિ કિશન (Ravi Kishan) પર લોકસભા સત્રમાં નિશાન સાધ્યું છે. જયા બચ્ચને રવિ કિશનનું નામ લીધા વગર કહ્યું કે બોલિવુડને બદનામ કરવામાં આવી રહ્યું છે. આ બદનામીમાં એવા લોકો સામેલ છે જેઓ જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે.
ડ્રગ્સ કેસ સંસદમાં ગાજ્યો, જયા બચ્ચને રવિ કિશનને લીધા આડે હાથ, કહ્યું- 'જે થાળીમાં ખાય છે...'
જયા બચ્ચને ડ્રગ્સ મામલે આવી રહેલા નિવેદનોથી બોલિવુડની થઈ રહેલી બદનામી પર ચિંતા વ્યક્ત કરી. તેમણે રવિ કિશનના સોમવારે અપાયેલા નિવેદનનો જવાબ આપતા કહ્યું કે લોકો બોલિવુડને બદનામ કરવાની કોશિશમાં લાગ્યા છે. અનેક દિવસથી બોલિવુડનું નામ બદનામ થઈ રહ્યું છે. કેટલાક લોકો એવા પણ છે જેઓ જે થાળીમાં ખાય છે તેમાં જ કાણું પાડે છે. આ ખોટી વાત છે.
અત્રે જણાવવાનું કે રવિ કિશને લોકસભામાં સોમવારે દેશ અને બોલિવુડમાં ડ્રગની વધતી ખપત પર ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ સરકારને અપીલ કરી હતી કે ડ્રગ્સની તસ્કરી અને તેનો ઉપયોગ કરનારા લોકો પર કડકાઈથી રોક લગાવવામાં આવે. તેમણે એનસીબીના કામના વખાણ કર્યા હતાં.
કંગના રનૌતનો સીએમ ઉદ્ધવ પર વધુ એક હુમલો, હવે- પુત્ર આદિત્ય પર કર્યો પ્રહાર
રવિ કિશને લોકસભામાં કહ્યું હતું કે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગની લત ખુબ વધુ છે. અનેક લોકો પકડાયાછે. એનસીબી ખુબ સારું કામ કરે છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે તેઓ કડકાઈથી કાર્યવાહી કરે. દોષિતોને જલદી પકડે અને તેમને સજા આપે. જેથી કરીને પડોશી દેશોના ષડયંત્રનો અંત થઈ શકે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે